Corona Updates: દેશમાં કોરોનાના કુલ કેસ 49 લાખ પાર, 80 હજારથી વધુ લોકોના મૃત્યુ

સતત વધી રહેલા કોરોનાના કેસ સામે આજે થોડી રાહત મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 83,809 દર્દીઓ નોંધાયા છે.

Corona Updates: દેશમાં કોરોનાના કુલ કેસ 49 લાખ પાર, 80 હજારથી વધુ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: સતત વધી રહેલા કોરોનાના કેસ સામે આજે થોડી રાહત મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 83,809 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 49,30,237 પર પહોંચ્યો છે. જેમાંથી 9,90,061 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 38,59,400 દર્દીઓએ જો કે કોરોનાને માત આપવામાં સફળતા પણ મેળવી છે. એક જ દિવસમાં કોરોનાથી 1054 લોકોએ જીવ ગુમાવ્યાં. આ સાથે કુલ મૃત્યુઆંક 80,776 થયો છે. 

The total case tally stands at 49,30,237 including 9,90,061 active cases, 38,59,400 cured/discharged/migrated & 80,776 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/il5RGbtiFG

— ANI (@ANI) September 15, 2020

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 5,83,12,273 ટેસ્ટ થયા છે. જેમાંથી 10,72,845 ટેસ્ટ 14 સપ્ટેમ્બરે કરવામાં આવ્યાં હતાં. 

માત્ર 5 રાજ્યોમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 60%થી વધુ, સાજા થવાનો દર 78%
સ્વાસ્થ્ય મંત્રાલય  (Health Ministry)એ સોમવારે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસ  (Coronavirus)ના એક્ટિવ દર્દીઓમાં 60 ટકાથી વધુ મહારાષ્ટ્ર (Maharashtra), કર્ણાટક (Karnataka), આંધ્ર પ્રદેશ (Andhra Pradesh), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને તમિલનાડુ (Tamilnadu)માં છે. તો દેશમાં સંક્રમણ બાદ સાજા થવાનો દર 78 ટકા થઈ ગયો છે. મંત્રાલયના આંકડા પ્રમાણે, ભારતમાં કોવિડ-19  (Covid-19)ના 92071 કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 48.46 લાખ થઈ ગઈ છે, જ્યારે 37.80 લાખ લોકો બીમારીથી સ્વસ્થ થઈ ગયા છે. 

— ANI (@ANI) September 15, 2020

મહારાષ્ટ્રમાં 21 ટકાથી વધુ કેસ
મંત્રાલયે જણાવ્યું કે, કુલ કેસમાંથી 60 ટકા કેસ પાંચ રાજ્યો- મહારાષ્ટ્રથી 21.9%, આંધ્ર પ્રદેશથી 11.7 ટકા, તમિલનાડુથી 10.4 ટકા, કર્ણાટકથી 9.5 ટકા અને ઉત્તર પ્રદેશથી 6.4 ટકા છે. તેમણે કહ્યું કે, 92071 કેસમાંથી મહારાષ્ટ્રમાં એક દિવસમાં સામે આવેલા 22 હજારથી વધુ કેસ સામેલ છે. જ્યારે આંધ્ર પ્રદેશથી આવેલા 9800 કેસ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news